આવું થવું એ કળવું પણ મુશ્કેલ છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે.
દુકાળગ્રસ્ત ગામમા રોજી રોટીના ફાંફા હતા. પૈસાના દરશન પણ દુર્લભ
હતા. એક વેપારી ગામમા આવ્યો.
નાની પણ સુઘડ અને સ્વચ્છ હોટલ જોઈ ,હોટલના માલિકને કહે,
૧૦૦૦ રૂ. એડવાન્સ મને બધી રૂમો તપાસવા દો , પછી ગમશે તે રૂમમા
રહીશ.
માલિક તો હજારની નોટ જોઈ છક્કડ ખાઈ ગયો. હસીને પરવાનગી
આપી. સરસ મજાની આદુ એલચી વાળી ચહા પણ પિવડાવી. પેલા ફક્કડરામ
ભાઈ તો કામે વળગ્યા.
આ બાજુ હોટલનો માલિક પૈસા લઈને દોડ્યો તેનું ઉધાર બીલ હતું
કરિયાણા વાળાનું ચુકવી દીધું. કરિયાણાવાળો ૧૦૦૦ રૂ. લઈ દોડ્યો તેના
દુધવાલાનું બીલ ચૂકવી આવ્યો.
દુધવાળાને ખરાબ આદત હતી રાત પડે વેશ્યા પાસે જવાની તે જઈને
તેના ૧૦૦૦રૂ. મોં પર ફેંકીને આવ્યો. વેશ્યાએ પળના વિલંબ વગર તે પૈસા
હોટલનું બીલ ચૂકવી હિસાબ ચૂકતે કર્યો.
હોટલવાળો તો હેબતાઈ ગયો અરે આ ૧૦૦૦ રૂ. પાછા આવ્યા. ત્યાંતો
પેલો ફક્કડરામ આવીને કહે, તમારી હોટલ સારી છે પણ મને બાથરૂમ ન
ગમ્યા. મારો વિચાર રાત રહેવાનો નથી. હોટલવાળાએ ઝિઝક વગર તેના
૧૦૦૦ રૂ. પાછા આપી દીધા.
છે ને અજબ ગજબની વાત
No comments:
Post a Comment