કવિ ન્હાનાલાલ નો જન્મ, કવિ દલપતરામ ડાહ્યાભાઈને ત્યાં, અમદાવાદમાં. અટક ત્રિવેદી, પણ શાળાને ચોપડે તેમ ત્યારપછી જીવનભર ભાઈઓની પેઠે ‘કવિ’. અગિયાર વર્ષની ઉંમરે માતાના મૃત્યુ પછી પોતાના અલ્લડવેડાથી વૃદ્ધ પિતાને પોતાનાં ભણતર અને ભાવિ વિશે ચિંતા કરાવનાર તરુણ ન્હાનાલાલ માટે મોરબીમાં હેડમાસ્તર કાશીરામ દવેને ત્યાં એમની દેખરેખ નીચે ગાળવું પડેલું ૧૮૯૩ નું મૅટ્રિકનું વર્ષ ‘જીવનપલટાનો સંવત્સર’ બન્યું. અમદાવાદની ગુજરાત, મુંબઈની ઍલ્ફિન્સ્ટન અને પૂનાની ડેક્કન, એ ત્રણે સરકારી કૉલેજોમાં શિક્ષણનો લાભ મેળવી ૧૮૯૯માં તત્વજ્ઞાનના મુખ્ય વિષય સાથે બી.એ. અને ૧૯૦૧માં ઇતિહાસ વિષય સાથે એમ.એ.થયા. એમનો અભ્યાસ એમના સર્જનને પોષક બન્યો હતો. એમની અભ્યાસક્રમની બીજી ભાષા ફારસી એમને પાછળથી મોગલ નાટકોના લેખનમાં કામ લાગી હતી. ટેનિસને એમની સ્નેહ, લગ્ન અને સ્ત્રી-પુરુષ-સંબંધની પ્રિય ભાવનાને, તો માર્ટિનોના અભ્યાસે એમની ધર્મભાવનાને પોષી હતી. એમના સમગ્ર સર્જનમાંનો કવિતા, ઇતિહાસ ને તત્વજ્ઞાનનો ત્રિવેણીસંગમ એમના ઇતિહાસ તત્વજ્ઞાનના યુનિવર્સિટી-શિક્ષણને આભારી ગણાય. એમની ભક્તિભાવના, ધર્મદ્રષ્ટિ તથા શુભ ભાવના પાછળ ઘરના સ્વામીનારાયણી સંસ્કાર તથા અમદાવાદ-પૂના-મુંબઈના પ્રાર્થના સમાજોના સંપર્ક ઊભેલા હતા. એમ.એ. થયા પછી રાજકુમારો માટેની બે કૉલેજ-નામધારી શાળાઓના અધ્યાપકઃ ૧૯૦૨ થી ૧૯૦૪ સાદરાની સ્કૉટ કૉલેજમાં ને ૧૯૦૪ થી ૧૯૧૮ રાજકોટની રાજકુમાર કોલેજમાં. વચમાં બે-અઢી વર્ષ રાજકોટ રાજ્યના સરન્યાયધીશ અને નાયબ દિવાનની પણ કામગીરી બજાવી. ૧૯૧૮માં કાઠિયાવાડ એજન્સીના શિક્ષણાધિકારી નિમાયા. ૧૯૧૯ માં ગાંધીજીની પચાસમી જન્મજયન્તીને નિમિત્તે ‘ગુજરાતનો તપસ્વી’ રચનાથી તેમને સુંદર અંજલિ આપનાર કવિએ રોલેટ ઍક્ટ અને જલિયાંવાલા બાગના હત્યાકાંડે જન્માવેલા રાષ્ટ્રપ્રકોપ અને ગાંધીજીપ્રેરિત અસહકારની હવામાં ૧૯૨૦માં લાંબી રજા ઉપર ઊતરી ૧૯૨૧માં એ સરકારી નોકરીનું રાજીનામું મોકલી આપી અમદાવાદને પોતાનું કાયમી નિવાસ્થાન બનાવ્યું. ત્યાં એમની સ્વમાની પ્રકૃતિ તથા બાહ્ય સંજોગોએ એમને સક્રિય રાજકારણથી દૂર રાખી પોતાના સારસ્વતજીવનકાર્યમાં જ રત રાખ્યા. રાજકોટ ખાતેના ઉલ્લાસકાળને મુકાબલે કવિનું અમદાવાદનું અઢી દાયકાનું જીવન તપસ્યાકાળ બનેલું. અમદાવાદમાં અવસાન.
We Accept donection for our school children and our gayatri shaktipith Temple. for donetion. Contect:-Gayatri Shaktipith,Shri Tripda Sanskar Kendra Bal.Pri School,Borsad At&Po:Borsad Di:Anand-388540.Near Hanumanji Temple Ph No:(02696) 220910
Highlight Of Last Week
Search This Website
Showing posts with label જીવન વિષે. Show all posts
Showing posts with label જીવન વિષે. Show all posts
Saturday, 7 July 2012
Saturday, 30 June 2012
મોટા જ્યારે હતા નાના
કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…
- ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએઆઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથેઅરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન. - વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
(પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.) - પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
- પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એકવૉલ્ટ ડીઝનીવાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની
Wednesday, 27 June 2012
જીવનની સચ્ચાઈ
જીવનની સચ્ચાઈ શું છે? પ્રેમનો અર્થ શું છે? શું તે માત્ર બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક
આકર્ષણ છે. લગ્ન એ બે આત્મા અને શરિર નો સંબધ છે. કાગળની ચબરખીકે કોર્ટનો
કાયદો તેને અલગ ન કરી શકે. હા, આજે એ સ્વાભાવિક છે. કિંતુ જો ‘માનવીના મન’ની
અંદર પ્રવેશી અવલોકન કરી શકાતું હોય તો તે કોઈ જુદી વાત કરશે.
મિતા અને અમિતે ૩૦ વર્ષથી એક છતની નીચે જીવન વિતાવ્યું. જૂવાનીના
રંગીન દિવસો હાથમા હાથ ઝાલી ગીતો ગાતાં, બાળકોને સંવારતા વિતાવ્યા. તનતોડ
મહેનત કરી પગભર થયા.
અમોલ, અવની અને અમીને પ્રેમથી ઉછેરી સ્થાયી કર્યા. શિક્ષણ આપવામા કશી
કમી ન રાખી. અરે એટલે સુધીકે ભણવાનો બધો ખર્ચો માબાપે ઉઠાવ્યો. આ અમેરિકામા
બાળક વિધ્યાલયનો અભ્યાસ કરી આગળ ભણવા માગતું હોય તો ધારો છે કે બેંકમાંથી
પૈસા વ્યાજે લે. ભણીલે પછી ધીરે ધીરે ચૂકવે.
ના, મિતા અને અમિતને તે મઝૂર ન હતું. ત્રણેય સુંદર સાથી મેળવી સ્થાયી થયા.
મુસિબત હવે આવી. અત્યાર સુધી બાળકોની આસપાસ ગુંથાયેલી જીંદગીમા ક્યાંય ખાલીપો
જણાતો ન હતો.
અમિત ૬૦નો થવા આવ્યો અને મિતા ૫૬ની. કામકાજમાંથી થોડા નવરા થયા હતા. અમિતે
શેરબજારમા સારા ડોલર બનાવ્યા હતા. નસિબ જોગે શેરબજાર ટૂટી પડે તે પહેલાં પૈસા રોકડા કરી
હોસ્પિટલોમા રોક્યા હતા જે તેને સારું વળતર આપી રહ્યા હતા.
મિતા વિચારતી હતી ક્યાં અને કઈ રીતે તેનું વર્તન વ્યાજબી ન હતું કે અમિત તેનાથી
અડધી ઉમરની છોકરીના પ્રેમમા પાગલ થયો. પત્ની તરીકેની સઘળી જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી
હતી. માતા તરીકે તેનો જોટો જડે તેમ ન હતો.
એતો વળી અમિતના કપડાં ધોવા લઈ જવા માટે ખિસા તપાસતા સિગરેટ અને નાની ચબરખી
હાથ પડી અને અમિતનો ભાંડો ફૂટી ગયો.” સાંજના સાત વાગે હિલ્ટનની લોબીમા , ૧૧ પહેલા ઘરે જેથી
મારી પત્નીને શંકા ન થાય. ”
મિતા હોશ ગુમાવી બેઠી. સાંજ પડી ગઈ અને અમિત નોકરી પરથી આવ્યો. મિતાને ખ્યાલ પણ ન
રહ્યો. અમિત આવીને કહે કેમ આજે ‘રસોડામા હડતાલ છે’? મિતા ગુમસુમ બેઠી હતી એકદમ ફિક્કુ હાસ્ય
ફેંકી ચા મૂકવા ગઈ.
વર્ષોથી ધારો હતો કે અમિત આવે પછી બંને જણ સાથે ચાની મોજ માણે. અમિતે જમવાની ના
પાડી કહે’ સાંજે ડિનર મિટિંગમા જવાનું છે.’ મિતા કહે તો મારે માટે કાલની દાળઢોકળી રહી છે તે ચાલશે.
અમિત ફાંકડો તૈયાર થઈને નિકળી પડ્યો. મિતા બે હાથ વચ્ચે માથું પકડી વેચારી રહી. હવે શું ?
આ સ્થિતિમા રહેવું ઉચિત નથી. જે વ્યક્તિને તન મનથી ચાહ્યો હોય તે આવી રીતે ચોરી છુપીથી કોઈના
પ્રેમમા પડી પત્નીની આંખમા ધુળ નાખે તેની સાથે કેવી રીતે જીવાય. તેને લાગ્યું કે જો આનો ખુલાસો
માંગીશ તો નર્યું જુઠાણું સાંભળવાનો સમય આવશે.
શાણી મિતા જીવનમા હતી તેનાથી વધારે કડવાશ હવે ઉમેરવા માગતી ન હતી. અમિત આવે તે
પહેલાં પોતાના કપડાની બેગ ભરી ચાલી નિકળી. કોઇને જણાવ્યા વગર. અરે, બાળકો સુધ્ધા ને ખબર ન
આપી.
તેને થયું બાળકો માતા અને પિતા વિશે શું વિચારશે. આવા સુખી કુટુંબને કોની નજર લાગી ગઈ.
માતા અને પિતાને પૂજતા બાળકો પિતા માટી પગા નિકળશે એ વિચારે મિતા કાંપી ઉઠી. પૈસાની તેને
ચિંતા નહતી. બેંકમા દાગીના અને રોકડ જોઈએ તેટલા હતા.
હાય રે નસિબ ‘ડાઇવોર્સનું ડાયેટિંગ’ મિતાને ભરખી ગયું. પતિનો પ્રેમ ગુમાવવો એ પત્ની માટે ખુબ
અસહ્ય હોય છે. જો પતિ હયાત ન હોય તો તેની યાદ અને પ્રેમ બાકી જીંદગી ગુજારવા પૂરતા છે.
કિંતુ પતિ આવી શુશિલ પત્નીની પાછળ છાનાગપતિયાં કરે તે જીરવી ન શકાય તેવું દર્દ મિતાને
કોરી ખાઈ ગયું.
સુંદર સંસ્કારી માબાપની દિકરી, અમેરિકા આવીને જીવનની સચ્ચાઈ પામી. રાહ બદલ્યો
રાહી ગુમાવ્યો કુદરતને શરણે આવી શાતા પામી

Subscribe to:
Posts (Atom)