એક વાર એક ગામમાં એક કુટુંબ રેહતું હતું.તેમાં એક બાળક કે જેના મનમાં નાનપણ થી જ દેશ પ્રત્યે પ્રેમ હતો.એક વાર તે તેના પિતા સાથે ખેતર માં જતો હતો ,ત્યારે તેને ખેતર માં કામ કરતા મજૂરો ને જોઈ ને પૂછ્યું કે પિતાજી આઓકો સુ કરી રહ્યા છે,ત્યારે તેના પિતા એ તેને કહ્યું કે આ લોકો અનાજ ના બીજ વાવી રહ્યા છે.થોડા દિવસ પછી તે મોટા થશે અને તેમાંથી અનાજ મળશે.
થોડા દિવસ પછી તે ખેતર માં લોખંડ ના સળિયા લઈને ગયો અને તેને રોપવા લાગ્યો,ત્યારે તેના પિતાજી એ તેને કહ્યું કે બેટા આ સુ કરી રહ્યો છુ ? તો તેને જવાબ આપ્યો કે પિતાજી હું આ સળિયા રોપું તે મોટા થશે એટલે તેમાંથી બંદુકો બનાવી ને આપના દેશ માં રહેલા અંગ્રેજો ને હાંકી કાઢીશ. તેનો જવાબ સંભારી ને તેના પિતા ની ચાટી ગજ ગજ ફૂલી.તો આ બાળક બીજું કોઈ ની પણ દેશ માટે પોતાનું બલિદાન આપનાર "વીર ભગતસિંહ હતા."
No comments:
Post a Comment