Pages

JOIN THE TEAM

Search This Website

ગણિત ગમ્મત


1)

(૧)કોઈ એક સંખ્યા ધારો. પછી તે સંખ્યાને ૨ વડે ગુણીને બેવડી કરો. પછી તેમાં આઠ ઉમેરો. જે સરવાળો આવે તેને બે વડે ભાગો. ભાગાકારમાંથી તમે ધારેલી સંખ્યા બાદ કરશો તો જવાબ હંમેશા ૪ આવશે.
(૨) નવના ૬ આંકડાને ગણિતની નિશાનીઓ મૂકીને એવી રીતે ગોઠવો કે જવાબ એક સો આવે. યાદ રાખો કે બીજા કોઈ આંક કે શૂન્યનો ઉપયોગ કરવાનો નથી.

(જવાબ ઃ ૯૯ + ૯૯ /૯૯ = ૧૦૦)



2)


કોઈપણ એક પૂર્ણાંક સંખ્યા લો અને કાગળ પર લખી લો.
જો એ બેકી સંખ્યા હોય તો એને 2 વડે ભાગી નાખો અને જો એ એકી સંખ્યા હોય તો એને 3 વડે ગુણી તેમાં 1 ઉમેરી દો.
જે નવો અંક મળે તેના પર એ જ પ્રક્રિયા (ભાગાકાર અથવા ગુણાકાર અને સરવાળો) ફરી વાર કરો અને એમ જ ચાલુ રાખો. પરિણામ શું આવે છે?

ઉદાહરણ વડે જોઈએ:
ધારો કે આપણએ 13 થી શરૂઆત કરી.
એ એકી સંખ્યા છે એટલે એને ત્રણ વડે ગુણીને એક ઉમેરીએ. 13 x 3 = 39 + 1 = 40
40 એ બેકી સંખ્યા છે એટલે એને 2 વડે ભાગો. 40 / 2 = 20.
20 / 2 = 10 (બેકી સંખ્યા)
10 / 2 = 5
5 x 3 = 15 + 1 = 16
16 / 2 = 8
8 / 2 = 4
4 / 2 = 2
2 / 1 = 1
1 x 3 = 3 + 1 = 4
4 / 2 = 2
2 / 2 = 1

આમ, ગમે તે અંક થી શરૂઆત કરી હોય, અંતે ગણતરી એવા તબક્કે પહોંચી જાય છે જ્યાં હવે માત્ર ત્રણ જ પરિણામો એના એ જ ક્રમમાં આવ્યા કરશે. 4..2..1..4..2..1..4..2..1..








No comments:

Post a Comment

Featured

Advertisement