Pages

JOIN THE TEAM

Search This Website

Saturday 28 July 2012

રક્ષાબંધન પર્વ





    રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિના ની સુદ  પૂનમ ને દિવસે આવે છે .રક્ષાબંધન એટલે ભાઈ બહેન ના પવિત્ર પ્રેમ નો તહેવાર.આ દિવસે બહેન પોતાના ભાઈ ની રક્ષા માટે કુમકુમ તિલક કરી આરતી ઉતારી રાખડી બાંધે છે અને તેના દીર્ધાયું થવાના આશીર્વાદ આપે છે તથા સદાયે પ્રગતિ માટે ની પ્રભુ ને પ્રાર્થના કરે છે,અને મો મીઠું કરાવે છે.

     ભાઈ પણ બહેન ને કઈક ભેટ આપે છે.આ દિવસ નો મહિમા અપરંપાર છે.આ દિવસે હુમાયુ ને પણ રાની દુર્ગાવતી એ રાખડી બાંધી હતી ,તથા માતા કુંતા એ પણ અર્જુન ને રાખડી બાંધી હતી.આ દિવસે દાન કરવા નો પણ મહિમા છે.

           રક્ષાબંધન ને દિવસે બ્રામ્હણો  જનોઈ બદલે છે.તેથી આ દિવસ ને બળેવ પણ કહેવાય છે.સાગર ખેડું ઓ પોતાની નવ લઈને દરિયા માં શ્રીફળ મૂકી ને દરીયા દેવ ની પૂજા કરે છે અને પોતાના વ્યવસાય ની શરૂઆત કરે છે.

No comments:

Post a Comment

Featured

Advertisement