Pages

JOIN THE TEAM

Search This Website

Friday, 29 June 2012

હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,


હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
સહન હું તો કરી લઉં છું ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો જ્યાં મારી વારતા આવે .
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ના આવે કોઇ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઇ ના આવે ગજું શું છે,
મુહબ્બત હોય જો ‘વિપુલ ’ તો ખુદ પાસે ખુદા આવે.

No comments:

Post a Comment

Featured

Advertisement