ન આ પાર ડૂબું, ન તે પાર ડૂબું;
તમન્ના છે દિલની કે મઝધાર ડૂબું.
ઉછાળીને છોળો કિનારે જો ફેંકે;
ખુદાની કસમ હું ફરી વાર ડૂબું.
ઉષા જોઈ દિલની તમન્નાઓ બોલી;
હું સંધ્યામાં જઈને જરી વાર ડૂબું.
નથી ભાગ્યમાં ડૂબવાનું ખુશીમાં;
ન કાં ગમમાં તારા હે દિલદાર ! ડૂબું.
મને ડૂબવું છે તો સાગર ! તને શું ?
હું એક વાર ડૂબું કે સો વાર ડૂબું.
બનાવી પ્રતિમા સનમની હ્રદયમાં,
વિચારોમાં એના લગાતાર ડૂબું.
હું ડૂબ્યો તો ‘રોશન !’ ડૂબી ગઈ છે દુનિયા;
પછી ક્યાં રહી કંઈયે તકરાર, ડૂબું
No comments:
Post a Comment