Pages

JOIN THE TEAM

Search This Website

Saturday, 30 June 2012

જીવન મંત્ર

ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ને કોણ નથી જાણતું ? "સાદું અને ઉચ્ચ વિચાર" એ એમનો પણ જીવન મંત્ર હતો.મોટા અધિકારી ને મળવા જવાનું હોય તો પણ એ ધોતિયું ,ઝબ્ભો અને ચંપલ જ પહેરતા.એક વાર એ એક કોલેજ ના અંગ્રજ આચાર્ય કેટ ને મળવા ગયા.એમની કેબીન માં પ્રવેશ્યા  ત્યારે અમને જોયું કે કેટ તો બુટ પહેરીને તબલે પર પગ મુકીને બેઠા છે .ઈશ્વર ચંદ્ર ને જોઈ ને અમને પગ નીચે મુક્યા નહિ.અરે  ,અમને બેસવાનું પણ ન કહ્યું.ઈશ્વરચંદ્ર એમનું કામ પતાવી કોલેજ પાછા ફર્યા.

          થોડા દિવસ પછી એ જ અંગ્રજ આચાર્ય ને સંસ્કૃત ની કોલેજ જવું પડ્યું.જેવા એ ઈશ્વરચંદ્ર ના કેબીન માં પ્રવેશ્યા ,ઈશ્વરચંદ્ર એ આવકાર તો ન જ આપ્યો,અને ટેબલ પરથી પગ નીચે પણ ન જ મુક્યો. અરે , એમને બેસવા માટે ખુરસી પણ ના આપી.કેટ તો ગુસ્સા થી લાલ ચોળ થઇ ગયા.પોતાના આવા અપમાન બદલ તેમણે પરિષદ ના મંત્રી ને ફરિયાદ કરી.

      મંત્રી એ આ અંગે ઈશ્વરચંદ્ર પાસે જવાબ માંગ્યો ત્યારે અમને લખ્યું ," હું એક સીધો સાદો હિન્દુસ્તાની નાગરિક યુરોપ ની રીતભાત મને સુ આવડે ?થોડા દિવસ પેહલા હું કેટ ને મળવા ગયો હતો ત્યારે એ બરાબર આવી જ રીતે બેઠા હતા.મને બેસવાનું કહ્યા વગર મારી સાથે વાતચીત કરતા રહ્યા.પેહલા મને તો નવી લાગી પણ પછી મેં વિચાર્યું કે યુરોપ માં કદાચ આને જ શિષ્ટચાર કેહ્વતો હશે.એટલે જયારે તે મારીઓફીસે  આવ્યા ત્યારે હું એવા જ શિષ્ટાચાર માં વર્ત્યો.એમને નારાજ કરવાનો મારો કોઈ ઈરાદો નતો.મંત્રી ને આખી વાત સમજઈ ગઈ.ઈશ્વરચંદ્રે પોતાના વર્તન થી એવો મૌન સંદેશો આપ્યો કે ,જેવા વર્તન ની તમે બીજા પાસે આશા રાખો છો  એવુજ વર્તન પણ તમે બીજા સાથે કરો.
Read More »

મિત્રતા, શત્રુતા અને બોધ


શિયાળાની કડકડતી ઠંડી ચાલી રહી હતી. બર્ફીલો પવન સૂસવાટા મારી રહ્યો હતો. પશુ પંખીઓ પોતપોતાના સ્થાને લપાઈ ગયા હતા. એવા વખતે એક પંખી ડાળે ડાળે ઉડી રહ્યું હતું. અંતે તેને પણ કાતિલ ઠંડી લાગી ગઈ અને તે બેભાન થઈને પડી ગયું

એવામાં એક ગાય ત્યાંથી નીકળી. બેહોશ પંખીને જોઈને તેણે પંખીની ઉપર છાણ કર્યું. પંખી આખું છાણમાં દટાઈ ગયું. પણ છાણની ગરમીથી થોડીવારે તેને હૂંફ વળી અને તે ભાનમાં આવ્યું અને તે ગીતો ગાવા લાગ્યું. આ ગીત રસ્તે જતી એક બિલાડીએ સાંભળ્યું અને તેણે છાણ ખસેડીને પંખીને બહાર કાઢ્યું અને તેને ખાઈ ગઈ.


બોધ

જ્યારે વખત પ્રતિકુળ હોય, ત્યારે આડેધડ ન રખડો.
જે તમારા પર ગંદકી નાખે તે તમારો શત્રુ જ હોય તેવું નથી.
જે તમને ગંદકીમાંથી બહાર આવવામાં મદદ કરે તે તમારો મિત્ર જ હોય તેવું પણ નથી.
Read More »

મોટા જ્યારે હતા નાના


કોણ કહે છે કે પુત્રના લક્ષણ પારણામાંથી? પ્રખ્યાત માણસો પણ જ્યારે નાના હતા ત્યારે તેમનામાં કેવા લક્ષણ દેખાતા હતા? આપણા દેશની વિભૂતિઓના બાળપણ વિષે અનેક વાતો જાણવા મળે છે..થોડા વિદેશી મહાનુભાવો વિષે વાંચો…
  • ઈ.સ. ૧૮૯૮માં મ્યૂનિક ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટમાં દાખલ થવા એક વિદ્યાર્થીએ
    આઈન્સ્ટાઈન બાળપણમાં તેની બહેન માયા (Maja) સાથે
    અરજી કરી. ઈન્સ્ટીટ્યુટે એ નકારી કાઢી. કારણ? તેમના મત મુજબ અરજદારમાં “ટેક્નીકલ ઈન્સ્ટીટ્યુટના સ્ટુડન્ટ બનવાની એકપણ લાયકાત નહોતી.”
    એ અરજદારનું નામ? આલ્બર્ટ આઈનસ્ટાઈન.
  • વિખ્યાત ચિત્રકાર પાબ્લો પિકાસો સફળ થયો તે એના સ્કુલ ટીચર્સને કદાચ માનવામાં નહિ આવે. પિકાસોએ દસ વર્ષની ઉંમરે શાળા છોડી. કારણ? તે આલ્ફાબેટના અક્ષરો યાદ નહોતો રાખી શક્તો.
    (પિકાસોની માતાએ એકવાર કહ્યું હતું કે તે બોલતા શીખ્યો તે પહેલા ચિત્ર દોરતા શીખ્યો હતો. કહેવાય છે કે તે જે પહેલા શબ્દો બોલ્યો હતો તે હતા, “પીઝ, પીઝ” એટલે કે, “લેપિઝ” (પેન્સીલ માટેનો સ્પેનીશ શબ્દ.)
  • પ્રખ્યાત અમેરિકન કેસીનો માલિક અને રિયલ એસ્ટેટ માંધાતા ડોનાલ્ડ ટ્રમ્પે નાનપણમાં એના મ્યૂઝિક ટીચરને ગુસ્સાથી માર્યું હતું. કારણ? ટ્રમ્પ કહે છે, “મને નહોતું લાગતું કે એને સંગીતની કશી ગતાગમ હોય!”
  • પ્રખ્યાત અમેરિકન દૈનિક “કેન્સાસ સીટી સ્ટાર”માં ચિત્રકાર તરીકે જોડાવા એક
    વૉલ્ટ ડીઝની
    વાર એક છોકરડાએ અરજી કરી. તેને નોકરી ન મળી. પછી તેણે “ઓફીસબોય” તરીકે જોડાવા અરજી કરી – નોકરી ન મળી. ત્યાર બાદ તેની ટ્રક ડ્રાઈવરની જગ્યા માટેની અરજી પણ નકારી કાઢવામાં આવી.
    એ છોકરડો મોટો થયો અને મૃત્યુ પણ પામ્યો તે પછી એક રીતે તેણે બદલો લીધો. તેની કંપનીએ “કેન્સાસ સીટી સ્ટાર” ખરીદી લીધું. કંપની – વૉલ્ટ ડીઝની કૉર્પોરેશન અને છોકરડો – તમે સમજી ગયા તેમ, વૉલ્ટ ડીઝની
Read More »

સ્વામી વિવેકાનંદ વિવેક્વાણી


Read More »

Friday, 29 June 2012

સિંહ અને શિયાળ

           રવિવારને દિવસે સિંહ તેની બોડ બહાર સુસ્તાતો હતો. પસાર થતાં એક શિયાળે પૂછ્યું, ‘સમય કહેશો? મારી ઘડિયાળ બગડી ગઇ છે.’ સમય કહેતાં સિંહે કહ્યું, ‘હું તમારી ઘડિયાળ રિપેર કરી દઇશ.’ શંકા દર્શાવતાં શિયાળે કહ્યું, ‘આ યંત્રરચના અઘરી છે. વળી તમારો હાથ લાગતાં ઊલટી વધારે બગડી જશે.’સિંહે કહ્યું, ‘લાવો તો ખરા, હું રિપેરિંગની ગેરંટી આપું છું.’ ઘડિયાળ લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વાર પછી રિપેર થઇને બરાબર ચાલતી ઘડિયાળ સાથે પાછો ફર્યો. શિયાળ આદર સાથે નવાઇ પામ્યો. સિંહ પાછો સુસ્તાવા લાગ્યો.થોડી વારમાં એક વરુ આવ્યું. તેણે સિંહને પૂછ્યું, ‘મારું ટીવી બગડી ગયું છે તેથી હું તમારે ત્યાં વન ડે મેચ જોઇ શકું?’ સિંહે કહ્યું, ‘લાવો તમારું ટીવી રિપેર કરી આપું.’ વરુએ કહ્યું, ‘સિંહને તે વળી ટીવી રિપેર કરતાં આવડતું હશે?’ સિંહે વળતાં કહ્યું, ‘પ્રયત્ન કરવામાં વાંધો શું છે?’ વરુ ટીવી લઇ આવ્યો. ટીવી લઇને સિંહ બોડમાં અલોપ થઇ ગયો. થોડી વારે રિપેર થયેલું ટીવી લઇને પાછો આવ્યો. વરુ નવાઇ પામ્યું અને રાજી થયું.હવે ગુફાની અંદરનું દ્રશ્ય જુઓ. એક ખૂણામાં નાના અને બુદ્ધિશાળી સસલાઓ બેઠા હતા અને સાધન-સરંજામની મદદથી ફ્રીઝ, ટીવી, વોશિંગ મશીન વગેરે રિપેર કરતા હતા. સામેના ખૂણામાં એક સિંહ પોતાના પંજા ચાટતો બેઠો હતો.

(કથાબોધ : કોઇ બુદ્ધુ માણસને પ્રગતિ કરતો જોઇ તમને નવાઇ લાગે ત્યારે તેના અનુચરો તરફ જોવું, તે બધા બુદ્ધિશાળી હશે. જે મેનેજરના કારીગરો કુશળ હોય તે મેનેજરને લાયકાત વિના પણ બઢતી મળે છે. પાઠ નંબર બે, સસલાને મારીને ખાઇ જવા કરતાં તેમની પાસે કામ લેવાથી વધારે ફાયદો થાય છે.)




Read More »

ઘોડાનો સોદાગર

બાદશાહ અકબરના દરબારમાં ઘોડાનો સોદાગર ઘોડા વેચવા આવ્યો. બે ઘોડી અદ્દલ સરખી દેખાય. સોદાગર કહે, ‘આમાં એક મા છે ને બીજી દીકરી છે. જો તમે કહી આપો કે મા કઇ અને દીકરી કઇ તો એક ઘોડી પર બીજી ફ્રીમા આપી દઉ.’ ભલભલા અશ્વનિષ્ણાતો કહી ન શક્યા. છેવટે બાદશાહે બિરબલને જવાબ શોધવા કહ્યું. બિરબલે બંને ઘોડીને ખૂબ દોડાવી. પછી બંનેની પીઠ પર હાથ મૂકતાં એકને પસીનો થયો હતો, બીજાને નહોતો થયો. બીરબલે કહ્યું, ‘પસીનો છે તે મા છે, પસીનો નથી તે દીકરી છે.’ અકબર બાદશાહને એક ઘોડી મફત મળી.

(કથાબોધ : સોદાગરે ઘોડીના ભાવ બમણા કરી પછી એક પર એક ફ્રી આપવાની વાત કરી. વેચાણની આ યોજનામાં ગ્રાહકને બમણો સંતોષ મળે છે, એક પોતે બુદ્ધિમાન હોવાનો ગર્વ થાય છે. બે, તેને એક ઘોડી મફત મળી તેમ લાગે છે.)- – -
Read More »

ન આ પાર ડૂબું, ન તે પાર ડૂબું


ન આ પાર ડૂબું, ન તે પાર ડૂબું;
તમન્ના છે દિલની કે મઝધાર ડૂબું.
ઉછાળીને છોળો કિનારે જો ફેંકે;
ખુદાની કસમ હું ફરી વાર ડૂબું.
ઉષા જોઈ દિલની તમન્નાઓ બોલી;
હું સંધ્યામાં જઈને જરી વાર ડૂબું.
નથી ભાગ્યમાં ડૂબવાનું ખુશીમાં;
ન કાં ગમમાં તારા હે દિલદાર ! ડૂબું.
મને ડૂબવું છે તો સાગર ! તને શું ?
હું એક વાર ડૂબું કે સો વાર ડૂબું.
બનાવી પ્રતિમા સનમની હ્રદયમાં,
વિચારોમાં એના લગાતાર ડૂબું.
હું ડૂબ્યો તો ‘રોશન !’ ડૂબી ગઈ છે દુનિયા;
પછી ક્યાં રહી કંઈયે તકરાર, ડૂબું
Read More »

હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,


હ્રદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.
તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,
સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે.
સહન હું તો કરી લઉં છું ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો જ્યાં મારી વારતા આવે .
જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,
અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.
તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,
તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.
નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,
કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.
મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ના આવે કોઇ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.
શિકાયત શું કરે દિલ કોઇ ના આવે ગજું શું છે,
મુહબ્બત હોય જો ‘વિપુલ ’ તો ખુદ પાસે ખુદા આવે.
Read More »

Thursday, 28 June 2012

સ્વામી વિવેકાનંદ વીડિઓ



Read More »

નથુરામ વિનાયક ગોડસે

 


રાષ્ટ્રપિતા મહાત્મા ગાંઘી ને ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ ના રોજ બિરલા હાઉસ માં સાંજના ૫-૧૭ ના સમયે રામચંદ્ર ઉર્ફે નથુરામ વિનાયક ગોડસે નામના હિન્દ મહાસભા ના મેમ્બરે ઇટાલિયન કંપનીની સીરીઅલ નં ૬૦૬૮૨૪ ઓટોમેટીક પિસ્તોલ બરેતા m૧૯૩૪ વડે ત્રણ ગોળી મારી ગાંધીજી ની હત્યા કરી .
આ હત્યામાં હિંદુ મહાસભાના અન્ય મેમ્બરો નારાયણ આપ્ટે ,વિષ્ણુ કરકરે ,દિગમ્બર બડગે ,મદનલાલ પહાવા અને ગોપાલ ગોડસે પણ હતા .
નથુરામ ના ભાઈ ગોપાલ ગોડસે લખેલા પુસ્તક may it please you honour માં નથુરામ નું ૯૩ પાનાનું સંપૂર્ણ નિવેદન છે. આ પુસ્તક બેસ્ટ સેલર બન્યું છે.
આખરે ૨૬૦ દિવસ લાંબા કાનૂની સંઘર્ષ બાદ ૧૦ ફેબ્રુઆરી ૧૯૪૯ ના રોજ દેલ્હી ના લાલ કિલ્લામાં ૧૧-૩૦ વાગે જસ્ટીસ આત્માચારણે ૨૦૪ પાનાં નો ચુકાદો આપ્યો . તેમાં નથુરામ ,નારાયણ આપ્ટે મુખ્ય આરોપી ગણી મોતની સજા થઇ જયારે વિષ્ણુ કરકરે ,મદનલાલ ,શંકર ,ડૉ દત્રાત્રેય ,ગોપાલ ને જન્મ ટીપ ની સજા થઇ જયારે વીર સાવરકર નીર્દોષ છુટ્યા .પંજાબની અંબાલા સેન્ટ્રલ જેલમાં ૧૫ નવેમ્બર ૧૯૪૯ ના રોજ નથુરામ ગોડસે ,નારાયણ આપ્ટે ને ફાંસી અપાઈ
Read More »

Hsc Science Sem 2 Risult

Read More »

Wednesday, 27 June 2012

મને એજ સમજાતું નથી


મને એજ સમજાતું નથી શીદને આવું થાય છે ?
સર કારી શાળા ટૂટતી જાય છેને સ્વનિર્ભર શાળા ફૂટતી જાય છે…
કોઇ કોમ્પલેક્ષમાં તો કોઇ શેરીઓમાં શરૂ થઇ જાય છે. મને….
તાલીમ કે પ્રોગ્રામ એક વિધિ બની રહી જાય છે,
ચા-પાણીને નાસ્તો કરી બધા છૂટા પડી જાય છે. મને …
વેકેશન ખૂલતા જ બાળકોની મોજ મરી જાય છે,
ભણાવવાના ભોગે ઢગલો હોમવર્ક આપી જાય છે.
બાળકોને માબાપનું આ વૈતરું બની જાય છે. મને…
દફતરોનો આ ભાર ગધેડાની જેમ વેંઢારતા જાય છે,
ઢળતી જવાનીમાં એ કમરનો કસ કાઢી જાય છે.મને..
થયું વર્ષ પુરુને પરીક્ષાની બીક આપી જાય છે.
કોઇ હતાશ તો કોઇ આત્મહત્યા કરી જાય છે. મને
ટ્યુશનિયા શિક્ષકો ભૂલકાંઓને ભરમાવી જાય છે.
વહાલાઓ સારા માર્કસે પાસને બીજા પાછળ રહી જાય છે.
મને એ સમજાતું નથી શીદને આવું થાય છે ?


Read More »

ગુજરાતી ખજાનો

ગુજરાતી ના અવનવા લેખો અને સાહિત્ય વાંચન માટે અહી ક્લિક કરો.  રીડ ગુજરાતી 

Read More »

સર્વધર્મ પ્રાર્થના



પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું,માન્યા પોતા સમ સહુને;

પૂર્ણ અહિંસા આચરનારા,નમન તપસ્વી મહાવીરને.

જનસેવાના પાઠ શિખાવ્યા,મધ્યમ માર્ગ બતાવીને;

સંન્યાસીનો ધર્મ ઉજળ્યો,વંદન કરીએ બુદ્ધ તને.

એક પત્નીવ્રત પૂરણ પાળ્યું,ટેક વણીને જીવતરમાં;

ન્યાય નીતિમય રામ રહેજો,સદા અમારા અંતરમાં.

સઘળાં કામો કર્યા છતાંયે,રહ્યા હંમેશાં નિર્લેપી;

એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો અમ મનડાં ખૂંપી.

પ્રેમ રૂપ પ્રભુપુત્ર ઇસુ જે ક્ષમાસિંધુને વંદન હો;

રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહંમદ દિલે રહો

સહિષ્ણુતા ને ઐક્ય ભાવના નાનકનાં હૈયે વસજો;

સત્ય અહિંસા ગાંધીજીનાં અમ જીવનમાં વિસ્તરજો.

જરથોસ્તીનાં પરમ ગુરુની પવિત્રતા જગમાં વ્યાપો;

સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વશાંતિમાં ખપ લાગો.

Read More »

અકબર બિરબલ-બાજરીનું દોરડું



અકબરના દરબારમાં મોટા ભાગના દરબારીઓ બિરબલની ખૂબ જ ઇર્ષા કરતા. એક દિવસ બધાએ ભેગા થઈને તેને ફસાવવાનું નક્કી કર્યું. તેમણે બાદશાહના મહાવતને સમજાવ્યો કે તું રાજાને જઈને કહે કે તમારો હાથી એવો ગાંડો થયો છે કે કોઈના કાબૂમાં નથી તેમણે રાજવૈદને પણ આ કાવતરામાં સામેલ કરી દીધા.દરબારીઓમાંથી એક દરબારીને નેતા બનાવ્યો.

મહાવત તો રાજા પાસે ગયો અને તેને જેમ સમજાવ્યું હતું તેમે બોલ્યો. રાજાએ તરત રાજવૈદને બોલાવ્યા અને તેંપ ઇલાજ કરવા કહ્યું. રાજવૈદે પણ તેને સમ્જાવ્યું હતું તેમ તરત કહ્યું કે જો બાજરીના છોડના ડૂંડાનું દોરડું વણી તેના વડે જો હાથીને બાંધીએ તો જ તે કાબૂમાં આવશે.

અકબરે તો રાજસભામાં એલાન કર્યું કે જે બાજરીના ડૂંડામાંથી દોરડું વણી લાવશે તેને 1000 સોનામહોરો આપવામાં આવશે. બધા જ વિચારમાં પડી ગયા. અકબરે 15 દિવસનો સમય આપ્યો હતો. પંદર દિવસ પછી રાજદરબાર ભરાયો અને અકબરે દોરડા વિષે બધાને પૂછ્યું પણ બધા જ નીચું માથું કરી બેસી રહ્યા. કોઈને ખબર ન હતી કે આવું દોરડું કેવી રીતે બનાવાય. બધા મૂંઝાયા.

પેલા નેતા બનેલા દરબારીએ આ તકનો લાભ લઈ કહ્યું અરે આપણા દરબારમાં બિરબલ જેવા બાહોશ માણસ તો છે. બધા કેમે ગભરાઓ છો અકબર પણ તરત બોલ્યા હા…..હા… બિરબલને તો ખબર જ હશે કે આ દોરડું કેવી રીતે બનાવાય તેમણે બિરબલને પૂછ્યું બિરબલ સમજી ગયો કે આ તો તેને ફસાવવા માટેની ચાલ છે. તે તો ઘણો જ ચાલક હતો તે બોલ્યો જહાંપનાહ મને દસ મિનિટનો સમય આપો. રાજા બોલ્યા ભલે… બિરબલ તરત જ ઘેર ગયો અને એક ચાળણી લઈ આવ્યો અને બોલ્યો દોરડું તો હું વણી આપું પણ તેના માટે મારે ખાસ પ્રકારનું પાણી બનાવવું પડે જો આ નેતા દરબારી મને પાણી આ ચાળણીમાં ભરીને આપે તો હું તરત જ મારું કામ શરૂ કરી દઉં.

રાજાએ પેલા દરબારી નેતાને ચાળણી આપી અને પાણી ભરી લાવવા કહ્યું. નેતા દરબારી તો રડમસ થઈ ગયા. તેમણે કહ્યું બાદશાહ આ તો અશક્ય જ છે. ચાળણીમાં તે કોઈ દિવસ પાણી ભરી શકાય ખરું

બિરબલ બોલ્યો જહાંપનાહ આતો મને ફસાવવાની એક યુક્તિ છે.

રાજા સમજી ગયો તેણે દરબારીને સજા ફરમાવી. દરબારીએ પોતાનો ગુને કબૂલ કર્યો. મહાવત રાજવૈદ અને બધા જ દરબારીઓને રાજાએ શિક્ષા કરી.
બધાએ બિરબલની ચતુરાઈનાં વખાણ કર્યા. રાજાએ બિરબલને 1000 સોનામહોરો આપી
Read More »

ગુજરાતી શબ્દકોશ

ગુજરાતી શબ્દકોશ જોવા માટે અહી ક્લિક કરો.  ગુજરાતી શબ્દકોશ
Read More »

જીવનની સચ્ચાઈ



જીવનની સચ્ચાઈ શું છે? પ્રેમનો અર્થ શું છે? શું તે માત્ર બે વ્યક્તિ વચ્ચેનું શારીરિક

આકર્ષણ છે. લગ્ન એ બે આત્મા અને શરિર નો સંબધ છે. કાગળની ચબરખીકે કોર્ટનો

કાયદો તેને અલગ ન કરી શકે. હા, આજે એ સ્વાભાવિક છે. કિંતુ જો ‘માનવીના મન’ની

અંદર પ્રવેશી અવલોકન કરી શકાતું હોય તો તે કોઈ જુદી વાત કરશે.

મિતા અને અમિતે ૩૦ વર્ષથી એક છતની નીચે જીવન વિતાવ્યું. જૂવાનીના

રંગીન દિવસો હાથમા હાથ ઝાલી ગીતો ગાતાં, બાળકોને સંવારતા વિતાવ્યા. તનતોડ

મહેનત કરી પગભર થયા.

અમોલ, અવની અને અમીને પ્રેમથી ઉછેરી સ્થાયી કર્યા. શિક્ષણ આપવામા કશી

કમી ન રાખી. અરે એટલે સુધીકે ભણવાનો બધો ખર્ચો માબાપે ઉઠાવ્યો. આ અમેરિકામા

બાળક વિધ્યાલયનો અભ્યાસ કરી આગળ ભણવા માગતું હોય તો ધારો છે કે બેંકમાંથી

પૈસા વ્યાજે લે. ભણીલે પછી ધીરે ધીરે ચૂકવે.

ના, મિતા અને અમિતને તે મઝૂર ન હતું. ત્રણેય સુંદર સાથી મેળવી સ્થાયી થયા.

મુસિબત હવે આવી. અત્યાર સુધી બાળકોની આસપાસ ગુંથાયેલી જીંદગીમા ક્યાંય ખાલીપો

જણાતો ન હતો.

અમિત ૬૦નો થવા આવ્યો અને મિતા ૫૬ની. કામકાજમાંથી થોડા નવરા થયા હતા. અમિતે

શેરબજારમા સારા ડોલર બનાવ્યા હતા. નસિબ જોગે શેરબજાર ટૂટી પડે તે પહેલાં પૈસા રોકડા કરી

હોસ્પિટલોમા રોક્યા હતા જે તેને સારું વળતર આપી રહ્યા હતા.

મિતા વિચારતી હતી ક્યાં અને કઈ રીતે તેનું વર્તન વ્યાજબી ન હતું કે અમિત તેનાથી

અડધી ઉમરની છોકરીના પ્રેમમા પાગલ થયો. પત્ની તરીકેની સઘળી જવાબદારી પ્રેમપૂર્વક નિભાવી

હતી. માતા તરીકે તેનો જોટો જડે તેમ ન હતો.

એતો વળી અમિતના કપડાં ધોવા લઈ જવા માટે ખિસા તપાસતા સિગરેટ અને નાની ચબરખી

હાથ પડી અને અમિતનો ભાંડો ફૂટી ગયો.” સાંજના સાત વાગે હિલ્ટનની લોબીમા , ૧૧ પહેલા ઘરે જેથી

મારી પત્નીને શંકા ન થાય. ”

મિતા હોશ ગુમાવી બેઠી. સાંજ પડી ગઈ અને અમિત નોકરી પરથી આવ્યો. મિતાને ખ્યાલ પણ ન

રહ્યો. અમિત આવીને કહે કેમ આજે ‘રસોડામા હડતાલ છે’? મિતા ગુમસુમ બેઠી હતી એકદમ ફિક્કુ હાસ્ય

ફેંકી ચા મૂકવા ગઈ.

વર્ષોથી ધારો હતો કે અમિત આવે પછી બંને જણ સાથે ચાની મોજ માણે. અમિતે જમવાની ના

પાડી કહે’ સાંજે ડિનર મિટિંગમા જવાનું છે.’ મિતા કહે તો મારે માટે કાલની દાળઢોકળી રહી છે તે ચાલશે.

અમિત ફાંકડો તૈયાર થઈને નિકળી પડ્યો. મિતા બે હાથ વચ્ચે માથું પકડી વેચારી રહી. હવે શું ?

આ સ્થિતિમા રહેવું ઉચિત નથી. જે વ્યક્તિને તન મનથી ચાહ્યો હોય તે આવી રીતે ચોરી છુપીથી કોઈના

પ્રેમમા પડી પત્નીની આંખમા ધુળ નાખે તેની સાથે કેવી રીતે જીવાય. તેને લાગ્યું કે જો આનો ખુલાસો

માંગીશ તો નર્યું જુઠાણું સાંભળવાનો સમય આવશે.

શાણી મિતા જીવનમા હતી તેનાથી વધારે કડવાશ હવે ઉમેરવા માગતી ન હતી. અમિત આવે તે

પહેલાં પોતાના કપડાની બેગ ભરી ચાલી નિકળી. કોઇને જણાવ્યા વગર. અરે, બાળકો સુધ્ધા ને ખબર ન

આપી.

તેને થયું બાળકો માતા અને પિતા વિશે શું વિચારશે. આવા સુખી કુટુંબને કોની નજર લાગી ગઈ.

માતા અને પિતાને પૂજતા બાળકો પિતા માટી પગા નિકળશે એ વિચારે મિતા કાંપી ઉઠી. પૈસાની તેને

ચિંતા નહતી. બેંકમા દાગીના અને રોકડ જોઈએ તેટલા હતા.

હાય રે નસિબ ‘ડાઇવોર્સનું ડાયેટિંગ’ મિતાને ભરખી ગયું. પતિનો પ્રેમ ગુમાવવો એ પત્ની માટે ખુબ

અસહ્ય હોય છે. જો પતિ હયાત ન હોય તો તેની યાદ અને પ્રેમ બાકી જીંદગી ગુજારવા પૂરતા છે.

કિંતુ પતિ આવી શુશિલ પત્નીની પાછળ છાનાગપતિયાં કરે તે જીરવી ન શકાય તેવું દર્દ મિતાને

કોરી ખાઈ ગયું.

સુંદર સંસ્કારી માબાપની દિકરી, અમેરિકા આવીને જીવનની સચ્ચાઈ પામી. રાહ બદલ્યો

રાહી ગુમાવ્યો કુદરતને શરણે આવી શાતા પામી
Read More »

અજબ ગજબની વાત



આવું થવું એ કળવું પણ મુશ્કેલ છે. ઘણા વર્ષો પહેલાંની વાત છે.

દુકાળગ્રસ્ત ગામમા રોજી રોટીના ફાંફા હતા. પૈસાના દરશન પણ દુર્લભ

હતા. એક વેપારી ગામમા આવ્યો.

નાની પણ સુઘડ અને સ્વચ્છ હોટલ જોઈ ,હોટલના માલિકને કહે,

૧૦૦૦ રૂ. એડવાન્સ મને બધી રૂમો તપાસવા દો , પછી ગમશે તે રૂમમા

રહીશ.

માલિક તો હજારની નોટ જોઈ છક્કડ ખાઈ ગયો. હસીને પરવાનગી

આપી. સરસ મજાની આદુ એલચી વાળી ચહા પણ પિવડાવી. પેલા ફક્કડરામ

ભાઈ તો કામે વળગ્યા.

આ બાજુ હોટલનો માલિક પૈસા લઈને દોડ્યો તેનું ઉધાર બીલ હતું

કરિયાણા વાળાનું ચુકવી દીધું. કરિયાણાવાળો ૧૦૦૦ રૂ. લઈ દોડ્યો તેના

દુધવાલાનું બીલ ચૂકવી આવ્યો.

દુધવાળાને ખરાબ આદત હતી રાત પડે વેશ્યા પાસે જવાની તે જઈને

તેના ૧૦૦૦રૂ. મોં પર ફેંકીને આવ્યો. વેશ્યાએ પળના વિલંબ વગર તે પૈસા

હોટલનું બીલ ચૂકવી હિસાબ ચૂકતે કર્યો.

હોટલવાળો તો હેબતાઈ ગયો અરે આ ૧૦૦૦ રૂ. પાછા આવ્યા. ત્યાંતો

પેલો ફક્કડરામ આવીને કહે, તમારી હોટલ સારી છે પણ મને બાથરૂમ ન

ગમ્યા. મારો વિચાર રાત રહેવાનો નથી. હોટલવાળાએ ઝિઝક વગર તેના

૧૦૦૦ રૂ. પાછા આપી દીધા.

છે ને અજબ ગજબની વાત
Read More »

Tuesday, 26 June 2012

વિદ્યા આરંભ સંસ્કાર

શ્રી ત્રિપદા સંસ્કાર કેન્દ્ર શાળા માં તા : 23/6/2012 ના રોજ નવા પ્રવેશ પામેલા બાળકો ને "વિદ્યા આરંભ સંસ્કાર " આપવામાં આવ્યા.

વિદ્યા આરંભ સંસ્કાર વિશે 

           ગાયત્રી શક્તિ પીઠ અનુસાર અને ભારતીય પરંપરા મુજબ બાળક જયારે ભણતર ની પાપા પગલી પાડવા જઈ રહ્યું હોય ત્યારે તેને વિધિ વત  શિક્ષણ  આપવા માં આવે છે.

       વિદ્યા આરંભ સંસ્કાર માં નવા બાળકો ને  સ્લેટ  પેન  લઈને બોલવવા  માં આવે છે.તેમાં મુખ્ય ટ્રસ્ટી વિધિ કરાવે  છે.સ્લેટ પેન ની પૂજા કરીને તેમાં  "ઓમ" લખાવવા માં આવે છે. ઓમ  માં પણ આપણને  હિંદુ મુસ્લિમ એકતા ના દર્શન થાય છે.  તમે ઓમ ને ઉલટાવીને વાંચજો " અલ્લા " વંચાશે.

  આમ , સંસ્કાર ના સિંચન દ્વારા શિક્ષણ  ની શરૂઆત કરવા માં આવે છે.
Read More »

Featured

Advertisement